Posts

Retirement speech from Daughter-In-Law:

  Speech from a daughter in Law on her father in law’s Retirement (The speech was in Gujarati, though have provided a translated version in English Down below): આદરણીય આચાર્ય શ્રી , શિક્ષણ ગણો અને મારા વહાલા પરિવારનો ને મારો સાદર પ્રણામ , પપ્પા ! આ શબ્દ સાંભળી પહેલો વિચાર આવે કે , પરિવારના મુખ્ય , હેડ ઓફ ધ ફેમિલી ! પરંતુ મારા માટે પપ્પા એટલે તો મારા પ્રેરક , મારા ઉત્સાહક અને મારી બધી જ નાની અને મોટી વાતો સાંભળનાર મારા બેસ્ટ ફ્રેન્ડ ! કોઈ પણ સામાન્ય વ્યક્તિને પૂછો કે “ ભગવાન એટ્લે શુ ?” તો બેસિક જવાબ એ જ મળે કે આ શ્રુષ્ટિના સંચાલક , આપણે બધાને બનાવનાર એ જ ભગવાન છે ! પરંતુ , મને તો મારા મમ્મી - પપ્પા એ બનાવી છે ને ? તો મારા ભગવાન તો એ જ થયા ને ! મારી લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મારૂ પરિવાર , મારા ભગવાન ને છોડી ; હું 5 વર્ષ પહેલા નવી જગ્યા , નવા લોકો વચ્ચે રહેવા ગઈ . આ પાંચ વર્ષમાં ખબર જ ના પડી કે ક્યારે એ લોકો થી પરિવાર અને પરિવાર થી ભગવાન માં પરીવર્તિત થઈ ગયા ! ...